શંખલપુરમાં બહુચર માતાજીને 25 લાખનો સોનાનો મુગટ અર્પણ કરાયો - Bahuchar Mataji in Shankhalpur
🎬 Watch Now: Feature Video
મહેસાણા: જિલ્લાના બેચરાજી નજીક આવેલા 5200 વર્ષ પ્રાચીન બહુચર માતાજીનું શંખલપુર ધાર્મિક સ્થળ લાખો ભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. મંદિરે આવતા ભક્તોને માતાજી પર અપાર વિશ્વાસ અને આસ્થા રહેલી છે. તાજેતરમાં લોકડાઉન બાદ અનલોક-1માં મંદિરો ખુલતાની સાથે જ ભક્તોએ માતાજીના મંદિરમાં દાનનો પ્રવાહ વહેતો કર્યો છે. જેમાં બહુચર માતાજી પર અપાર શ્રદ્ધા રાખનારા એક ભક્તે પોતાની મનોકામના પૂર્ણ થતાં 25 લાખની કિંમતનો 600 ગ્રામનો માતાજી માટે મુગટ દાન કર્યો છે. લોકડાઉન બાદ રાજ્યમાં લગભગ પહેલું એવું આ મોટું દાન શંખલપુર બહુચર માતાજી મંદિરમાં નોંધાયું છે.