છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા - છોટાઉદેપુરમાં કોરોનાના એક્ટિવ કેસ
🎬 Watch Now: Feature Video
છોટાઉદેપુર: સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે રવિવારે છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 158 થઇ છે. જેમાંથી 5 લોકોનું મોત થયું છે. આ સાથે જ જિલ્લામાંથી 83 લોકોએ કોરોનાને માત આપી છે. જેથી આ તમામ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જ્યારે 70 લોકો હાલ સારવાર હેઠળ છે.