21 દિવસના લોકડાઉનમાં જરૂરિયાતની ચીજવસ્તુઓ મળતી રહેશે, લોકો ગભરાય નહિ: દમણ કલેક્ટર - લોકડાઉન ગુજરાતમાં
🎬 Watch Now: Feature Video
દમણઃ સમગ્ર દેશને 21 દિવસ માટે લોકડાઉન કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ સંઘપ્રદેશ દમણમાં કરિયાણાની અને અન્ય દુકાનો પર ભીડ જામી હતી. લોકો 21 દિવસનું રાશનપાણી ભરવા માટે બજારમાં ઉમટી પડ્યા હતાં. જેના કારણે દમણની અનાજ કરિયાણાની દુકાનો પર ભીડ જોવા મળી હતી. જે અંગે દમણ કલેક્ટર રાકેશ મીંન્હાસે સોશિયલ મીડિયાના માધ્યમથી દમણની જનતાને અપીલ કરી હતી કે, આ 21 દિવસના લોકડાઉનમાં ખાદ્યચીજો, શાકભાજી, ફળ-ફ્રુટની દુકાનો નિયમિત શરૂ થશે. એટલે લોકો ગભરાય નહિ, આવશ્યક ચીજવસ્તુઓનો ખોટો સંગ્રહ ના કરે, તમામ જરૂરીયાતની ચીજવસ્તુઓ મળતી રહેશે.