યસ બેન્ક મામલોઃ રાજકોટ મનપાના 164 કરોડ ફસાયા... - news of yes bank

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 7, 2020, 12:55 PM IST

રાજકોટઃ રિઝર્વ બેન્ક દ્વારા યસ બેન્કના ખાતાધારકોને બેન્કમાંથી હાલ માત્ર રૂપિયા 50 હજાર જ સુધીની રકમ ઉપાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈને મોટાભાગના ખાતાધારકો મુશ્કેલીમાં મુકાયા છે. રાજકોટ મહાનગરપાલિકાના પણ 164 કરોડ જેવી જંગી રકમ યસ બેન્કમાં ફસાઈ છે. જેને લઈને મનપા દ્વારા આ અંગે રિઝર્વ બેન્કને પત્ર પણ લખવામાં આવ્યો છે. તેમજ આટલી મોટી રકમ લેવા માટેના પ્રયાસો હાથ ધરવામાં અન્ય છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ મનપાને સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત આ રકમની ફાળવણી ત્રણ મહિના અગાઉ કરવામાં આવી હતી. જેને મનપા દ્વારા હજુ સુધી બેન્કમાં જ રાખવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.