આજે ગુજરાતનો સ્થાપના દિવસ, જુઓ આજનું ગુજરાત - Sharmistha Lake
🎬 Watch Now: Feature Video
ન્યૂઝ ડેસ્ક: ગુજરાત પોતાની સંસ્કારિતા અને સામ્રાજ્યનો એક આગવો ઈતિહાસ ધરાવે છે. પુરાણોમાં આનર્ત પ્રદેશ તરીકે ઓળખાતું આજનું ગુજરાત ગરવું ગુજરાત બન્યું છે. સમ્રાટ અશોકના શિલાલેખથી લઈ અડીખમ ગિરનારે દરેક ગુજરાતીને ગૌરવ આપ્યો છે. મૂળરાજ સોલંકીનો સમય ગુજરાતમાં સુવર્ણકાળ કહેવાયો, સોરઠની ચારણ કન્યાનું ખમીર અને નર્મદનો દાંડિયો સામજીક જીવનના પ્રતીક બન્યાં. આ મારું ગુજરાત મહેમાનગતિ, વેપારી, ગુજ્જુ ગરબા અને ગુજરાતી થાળીથી વખણાય છે. એક તરફ 1600 કિમીનો દરિયો તો બીજી તરફ કચ્છનું રણ...