કર્ણાટકના ક્રિકેટર કૃષ્ણપ્પા ગૌતમ સાથે ETV BHARATની ખાસ વાતચીત - ઇન્ડિયન પ્રમિયમ લીગ
🎬 Watch Now: Feature Video
હૈદરાબાદ: કર્ણાટકનાં ઘરેલૂ ક્રિકેટર અને ઇન્ડિયન પ્રમિયમ લીગ (IPL) માં રાજસ્થાન રોયલ તરફથી રમી ચૂકેલા તેમજ હવે કિંગ્સ ઇલેવન પંજાબ સાથે જોડાયેલા કૃષ્ળપ્પા ગૌતમે ઇટીવી ભારત સાથે ખાસ વાત ચીત કરી હતી. તેમણે લોકડાઉનના દિવસોમાં કેમ સમય પસાર કર્યો તેને લઇ તેમજ તેમની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુંની ઇચ્છાને લઇને વાત કરી હતી. ઇટીવી ભારત સાથે ખાસ વાતચીતમાં તેમણે કહ્યું કે IPL રમતી વખતે તમને એમ જ લાગે કે આપણે આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યાં છીએ તેમજ IPLમાં યુવા ઘણુ બધુ સીખી શકે છે. લોકડાઉનના દિવસોને લઇ તેમણે કહ્યું કે હું ઠીક છું અને લોકડાઉનમાં પરિવાર સાથે સમય પસાર કરવાનો મને મોકો મળ્યો.