તીડના આતંક મામલે રાજકોટમાં કૃષિપ્રધાને આપ્યું મહત્વનું નિવેદન - આર. સી. ફળદુ
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ ગુજરાતભરમાં અને ખાસ કરીને મહેસાણા અને બનાસકાંઠા વિસ્તારના ખેડૂતોમાં હાલ તીડનો આતંક વધી રહ્યો છે. જેને લઈને રાજકોટની મુલાકાતે આવેલા કૃષિપ્રધાન આર. સી. ફળદુએ આ અંગે જણાવતા કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારનું કૃષિવિભાગ હાલ આ સમસ્યાના નિવારણ માટે કાર્યરત છે. તેમજ તીડનાં આતંકને ટુંક સમયમાં ખતમ કરવામાં આવશે. વિશ્વના ઘણા દેશોમાં આ પ્રકારની તીડનો આતંક જોવા મળે છે, તેવો જ આતંક ગુજરાતમાં પણ હાલ જોવા મળી રહ્યો છે.