'આર્ટિકલ 15' વિવાદ: બ્રાહ્મણ મહાસભાએ મેકર્સને આપ્યું 48 કલાકનું એલ્ટીમેટમ - Anubhav Sinha
🎬 Watch Now: Feature Video
મુંબઈ: આયુષ્માન ખુરાનાની અગામી ફિલ્મ 'આર્ટિકલ 15'ને લઈને વિવાદ વધતો જઈ રહ્યો છે. જાતિવાદ પર વાત કરનારી ફિલ્મનો કેટલાક બ્રાહ્મણ સમાજ પણ સતત વિરોધ કરી રહ્યા છે. કરણી સેના અને બ્રાહ્મણ મહાસભાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ફિલ્મને એન્ટી બ્રાહ્મણ ગણાવી છે. તેમણે ફિલ્મમેકર્સને ચેતવણી આપી છે કે, ફિલ્મમાં બદલાવ કરવામાં નહીં આવે તો ફિલ્મને રિલીઝ નહીં થવા દેવામાં આવે.