પધારો મતદાર મોર્ડન મતદાન મથકમાં તમારૂં સ્વાગત છે ! - મોરબીના ટીંબડી
🎬 Watch Now: Feature Video
મોરબીમાં વિધાનસભાની ચૂંટણીના મતદાન(Gujarat Assembly Election 2022) માટે વિવિધ ખાસ મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. ટીંબડી ખાતે મોર્ડન મતદાન મથક ઉભું(Modern Polling Station at Timbadi) કરવામાં આવ્યું છે. જ્યાં મતદારો માટે લાલ જાજમ પાથરી તેમને આવકાર્યા હતા. રાજ્યમાં અનેક જગ્યાઓએ મોર્ડન મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. જે અન્વયે મોરબી ખાતે પણ ત્રણ મોર્ડન મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. જે અન્વયે મોરબીના ટીંબડી ખાતે મોર્ડન મતદાન મથક ઉભું કરવામાં આવ્યં છે. જ્યાં મતદાર(Ahmedabad assembly seat) આ લાલ જાજમ પર થઈને મતદાન કરવા જાય ત્યારે મતદારોને તેઓ રાજા-મહારાજા હોય તે પ્રકારની લાગણી થયા વિના રહે નહીં. આ ત્રણેય મોર્ડન મતદાન મથકો પર લોકો હર્ષથી મતદાન કરી રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST