Viral Video : હૈદરાબાદમાં ફૂડ પહોંચાડવા માટે ઝોમેટો બોયની ઘોડેસવારી, વિડીયો વાયરલ - ઘોડેસવારી
🎬 Watch Now: Feature Video
Published : Jan 3, 2024, 3:35 PM IST
હૈદરાબાદ : સોશિયલ મીડિયામાં જોવા મળતાં ભાતભાતના વિડીયોઝ ઘણાં લોકોને ઘેલું લગાડે છે જે જોતજોતામાં વાયરલ થઇ જતાં હોય છે. હૈદરાબાદમાં ફૂડ ડિલિવરી માટે ઘોડેસવારી કરતા યુવકનો વિડીયો વાયરલ બન્યો છે. ઘોડા પર ભોજન પહોંચાડતો એક વ્યક્તિ દર્શકોને પ્રભાવિત કરી ગયો છે. મંગળવારે એક ઝોમાટો ડિલિવરી બોય પેટ્રોલ માટે લાઇનમાં ઉભો હતો. તેને બળતણ ન મળતાં હતાશ થયો અને વાહન છોડી દીધું. તે પછી ઘોડેસવારી કરી લીધી અને ઓર્ડર પૂરો કરવા ગ્રાહકને ખોરાક પહોંચાડ્યો હતો. હૈદરાબાદના ચંચલગુડા વિસ્તારમાં આ ઘટના બની હતી. આને લગતા દ્રશ્યો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે.