પ્રેમ પ્રકરણની આશંકામાં યુવાનને તાલિબાની સજા, વીડિયો વાયરલ - Rajasthan Hindi News

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 2, 2022, 8:18 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

પ્રેમ પ્રકરણની આશંકામાં જેસલમેરમાં લોકોએ એક યુવકના કપડા ઉતારી ખરાબ રીતે માર માર્યો હતો. તેના વાળ કાપી નાખ્યા હતા. આટલું જ નહીં તેની બાઇકમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. તાલિબાનની આ સજાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો, જે બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી.જો કે હજુ સુધી બંને તરફથી કોઈએ કેસ નોંધ્યો નથી. શુક્રવારે રાજસ્થાનના જેસલમેરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં ટોળાની તાલિબાની સજાનો ભોગ એક યુવક બન્યો હતો. પ્રેમ પ્રકરણની શંકામાં લોકોએ યુવકને માર માર્યો હતો. તેની બાઇકને આગ ચાંપી દીધી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો 2-3 દિવસ જૂનો હોવાનું માનવમાં આવી રહ્યું છે. સ્થળ પર એકઠા થયેલા લોકો ઉભા રહીને તમાશો જોતા રહ્યા. યુવકના બચાવમાં કોઈએ અવાજ ઉઠાવ્યો ન હતો. પીડિત યુવક બાઇક સ્ટંટર છે અને ખેડૂત પરિવારનો છે. કહેવાય છે કે તે એક છોકરીને મળવા આવતો હતો. ગ્રામજનો ઘણા દિવસોથી યુવકની શોધખોળ કરી રહ્યા હતા. ઘટનાના દિવસે છોકરો દિવસમાં બે વખત છોકરીને મળવા આવ્યો હતો. દરમિયાન 15થી વધુ યુવકોએ તેને બાઇક પર જતો પકડી લીધો હતો. જે બાદ આ લોકોએ યુવકના કપડા ફાડી નાખ્યા, તેના માથાના વાળ કાપી નાખ્યા અને તેને ખૂબ માર માર્યો. આ તમામ તમાશોનો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. કહેવામાં આવી રહ્યું છે કે યુવક પરિણીત છે. આ ઘટના બાદ યુવાનના પરિવારજનોને માહિતી આપવામાં આવી. આ ઉપરાંત યુવાને પણ માફી માંગી લીધી. Young Man Beaten in Jaisalmer, Viral Video Rajasthan, Talibani Punishment,
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.