Vibrant Summit 2024: એઆઈ ટેકનોલોજી વિશે શંકર ત્રિવેદી શું કહે છે? જૂઓ વીડિયો
🎬 Watch Now: Feature Video
ગાંધીનગરઃ વાયબ્રન્ટ સમિટ 2024માં દેશ વિદેશના દિગ્ગજો અને મહાનુભાવો પધારી રહ્યા છે. આ મહાનુભાવો વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા બહુ ઉત્સાહી છે. તેઓ પોતાના પ્રતિભાવો અને પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે. જેમાં એક છે એન્ટરપ્રાઈઝ બિઝનેસના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ શંકર ત્રિવેદી. ઈટીવી ભારત સાથે શંકર ત્રિવેદીએ વાયબ્રન્ટમાં હાજર રહેવાથી થયેલ અનુભવો અને રોમાંચ શેર કર્યા હતા. તેમણે ટેકનોલોજીના ડેવલપમેન્ટ વિશે ખૂબ જ ઉચિત નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે એઆઈ ટેકનોલોજીને ટોપ પર પહોંચવામાં હજૂ વીસથી પચ્ચીસ વર્ષ જેટલો સમય લાગી શકે તેમ છે. તેમણે મેન્યૂફેક્ચરિંગમાં રોજગારીની તકો વધશે તેમ જણાવ્યું હતું. શંકર ત્રિવેદી પોતે મૂળ ગુજરાતી અને ખાસ કરીને અમદાવાદના હોવાથી ઈટીવી ભારતે પુછ્યુ અમદાવાદ માટે દિલ ધડકે? ત્યારે તેમણે મલકાઈને અમદાવાદમાં પતંગ ચગાવવાની મજાને યાદ કરી હતી.