Girsomnath News: વેરાવળ, સુત્રાપાડા, તાલાલા અને ઉના પાલિકામાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી - નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી
🎬 Watch Now: Feature Video
Published : Sep 13, 2023, 11:56 AM IST
ગીર સોમનાથ: જિલ્લાની ઉના, વેરાવળ, તાલાળા અને સુત્રાપાડા પાલિકામાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ દ્વારા તમામ હોદ્દેદારોના નામને આખરી મહોર મરાતાં અંતે વેરાવળ નગરપાલિકાના પ્રમુખ તરીકે પલવીબેન જાની અને ઉપપ્રમુખ તરીકે જયેશ માલમડી, સુત્રાપાડા તાલુકાના પ્રમુખ તરીકે રમેશ વડાગર અને ઉપપ્રમુખ તરીકે નરેશ કામળીયા તેવી જ રીતે ઉના પાલિકાના પ્રમુખ તરીકે પરેશ બાંભણિયા અને ઉપપ્રમુખ તરીકે દર્શનાબેન જોશીની સાથે, તાલાલા નગરપાલિકાના પ્રમુખ તરીકે ઉષાબેન લક્કડ અને ઉપપ્રમુખ તરીકે પરેશ રાયચુરાની પસંદગી કરવામાં આવી છે.
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને પસંદગી: જિલ્લાની પાંચ નગરપાલિકા પૈકી કોડીનાર નગરપાલિકાના પ્રમુખની મુદત પૂર્ણ ન થતી હોવાથી ચાર નગરપાલિકામાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખને પસંદ કરવામાં આવ્યા છે. નવા પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગીમાં પણ આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખીને નવા પદાધિકારીઓની પસંદગી કરવામાં આવી છે.