E Waste Collection : વડોદરામાં ઈ વેસ્ટ પ્રોજેક્ટ મરણ પથારીએ - ઇ વેસ્ટ કલેક્શન પ્રોજેક્ટ લોન્ચ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 17, 2022, 1:15 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

વડોદરા : એક સમયે ઈ વેસ્ટ કલેક્શનમાં દેશને રાહ આપનાર વડોદરા કોર્પોરેશનનો ઇ-વેસ્ટ કલેક્શન પ્રોજેક્ટ (E Waste Collection Project) જન જાગૃતિના અભાવે મરણ પથારીએ પડ્યો છે. ભારત સરકાર દ્વારા એવોર્ડ વિજેતા પ્રોજેક્ટ અંગે માહિતી માગવાનું શરૂ કરવામાં આવતા તંત્ર દ્વારા 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસે આ પ્રોજેક્ટ રી-લોન્ચ કરવાની વાતો કરવામાં આવી હતી. ત્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું કે, હું અગાઉ સ્થાયી સમિતિના ચેરમેન પદે હતો. ત્યારે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ, આ પ્રોજેક્ટ અંગે કોર્પોરેશન દ્વારા જરૂરી જે જાગૃતિ લાવવી જોઇએ તે લાવવામાં આવી ન હોવાથી પ્રોજેક્ટ બંધ હાલતમાં જેવો છે. પરંતુ, આગામી દિવસોમાં આ પ્રોજેક્ટને પુનઃ જીવીત કરવામાં આવશે. વિપક્ષી નેતા અમીબેન રાવતનું કહેવું છે કે, કોર્પોરેશન દ્વારા મોટા ઉપાડે ઇ વેસ્ટ કલેકશન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ, આ પ્રોજેક્ટ માત્ર એવોર્ડ લેવા માટે જ કર્યો હોય, તેવું લાગી રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે જરૂરી (Vadodara E Waste Collection Project) માર્કેટિંગ કરવામાં આવ્યું ન હોવાથી આ પ્રોજેક્ટનું બાળમરણ થઈ ગયું છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.