કમોસમી વરસાદની વચ્ચે ભાવિકોએ કરી લીલી પરિક્રમા, જાણો કેવો રહ્યો અનુભવ
🎬 Watch Now: Feature Video
Published : Nov 26, 2023, 12:36 PM IST
જૂનાગઢ: ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા ચાલી રહી છે. ત્યારે ગિરનારની ગોદમાં આજે પરિક્રમા તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહી હતી. જો કે આ સમયે હવામાન વિભાગની આગાહીને પગલે વહેલી સવારે અચાનક વરસાદ તૂટી પડતાં પરિક્રમા અને ગિરનાર આવેલા આવેલા ભાવિકોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક પરિક્રમાર્થીઓ અટવાયા હતા તો કેટલાકે ગિરનારની તળેટીમાં વરસાદને મન ભરીને માણ્યો હતો. વરસાદને કારણે ગિરનાર અભયારણ્ય અને પરિક્રમા માર્ગ પર વરસાદને કારણે ભાવિકો માટે જંગલ વિસ્તારમાં ચાલવું ખૂબ મુશ્કેલ હતું. જંગલની માટી અને વરસાદી પાણીને કારણે જમીન એકદમ ચીકણી બની જતાં પ્રવાસીઓને ચાલતી વખતે લપસી જવાનો ડર ઉભો થયો હતો. અચાનક વરસાદને કારણે કેટલાક પરિક્રમાર્થીઓનો સામાન પણ વરસાદી પાણીમાં પલળી ગયો હતો. જો કે હાલ વરસાદને કારણે રોપ વે પણ બંધ હોવાથી ગુરૂ શિખર જવા માંગતા ભાવિકોમાં નિરાશા જોવા મળી હતી.
આ પણ વાંચો: