ગૃહમંત્રી હર્ષ સંઘવી ST બસમાં સવારી કરી અમદાવાદ પહોંચ્યા, સુવિધાઓનું કર્યું નિરીક્ષણ - ગૃહમંત્રી હર્ષ સંઘવી
🎬 Watch Now: Feature Video
Published : Dec 8, 2023, 3:32 PM IST
અમદાવાદ: ગૃહમંત્રી હર્ષ સંઘવી ગુરુવારે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. જેમાં તેમણે પ્રથમ અમદાવાદથી રાજકોટ વંદે ભારત ટ્રેનમાં સફર કરી હતી અને ત્યારબાદ લગ્ન પ્રસંગમાં હાજરી આપી રાજકોટથી એસટી બસમાં અમદાવાદ જવા માટે રાત્રે 11.45 વાગ્યે રવાના થયા હતા. આ સમયે હર્ષ સંઘવી બસ સ્ટેશન ખાતે મુસાફરોને મળ્યા હતા. પ્લેટફોર્મ, કેન્ટિન, વેઇટિંગ રૂમ ઉપરાંત શૌચાલયની મુલાકાતે પણ પહોંચ્યા હતા અને મુસાફરલક્ષી તમામ બાબતોની માહિતી મેળવી સમીક્ષા કરી હતી. ત્યારબાદ એસટી બસમાં અમદાવાદ પહોંચ્યા હતા.
આ દરમિયાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ભારતનો દરેક નાગરિક જ્યારે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરે છે ત્યારે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર જરૂર માને છે. મેક ઇન ઇન્ડિયા એટલે વંદે ભારત ટ્રેન. રાજકોટ પબ્લિક બસ સ્ટેશનની મુલાકાત કરવાનો અવસર મળ્યો. અહીં મુસાફરોને મળી તેમની સમસ્યાઓ જાણી અને તેમની પાસેથી સઝેશન પણ મળ્યા. ગુજરાતના 25 લાખ નાગરિકો રોજ એસટી બસનો ઉપયોગ કરે છે.
TAGGED:
ગૃહમંત્રી હર્ષ સંઘવી