Kawad Yatra in Surat : સુરતમાં શ્રાવણના છેલ્લા સોમવારે વિશેષ કાવડ યાત્રા, જળ લઇ 3000 મહિલા શિવ મંદિર પહોંચી
🎬 Watch Now: Feature Video
Published : Sep 11, 2023, 2:18 PM IST
સુરત: સુરતમાં શ્રાવણ માસ નિમિતે વિશેષ કાવડ યાત્રા યોજાઈ હતી. ખાસ કરીને સુરતમાં શિવભક્ત મહિલાઓ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરાયું હતું. 3000 જેટલી મહિલાઓ કાવડ યાત્રામાં જોડાઈ હતી. આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે. કાપોદ્રા સિદ્ધકુટિર મંદિર ખાતે પાર્થિવ શિવલિંગની પૂજા કરાઈ હતી. તાપી નદીથી કાવડમાં જ લઈ મહિલાઓ સિદ્ધકુટિર મંદિર પહોંચી હતી. કાવડ યાત્રામાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો. મોટી સંખ્યામાં કાવડ હાથમાં લઇ મહિલાઓ શિવ મંદિર પહોંચી હતી. મોટાભાગે કાવડ યાત્રા પુરુષો દ્વારા કાઢવામાં આવતી હોય છે, પરંતુ સુરતમાં એક સાથે 3,000થી પણ વધુ મહિલાઓ કાવડ યાત્રામાં શામેલ થઈ હતી.