MH Dogs Attack: ત્રણ વર્ષના બાળક પર રખડતાં શ્વાને કર્યો હુમલો, ઘટના CCTVમાં કેદ - Dogs Attack
🎬 Watch Now: Feature Video
નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુરમાં એક ત્રણ વર્ષના બાળક પર રખડતાં 4-5 જેટલા શ્વાને હુમલો કર્યો હતો. બાળકના રડવાનો અવાજ સાંભળીને તેની માતા બહાર દોડી આવી હતી અને શ્વાનનો પીછો કર્યો હતો. શ્વાનના હુમલામાં બાળક ઈજાગ્રસ્ત થયો હતો. બાળકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: શ્વાનઓનો આતંક, બાળકી પર હુમલાનો લાઈવ વીડિયો જુઓ
શ્વાન સામે પગલાં ભરવા માંગ: આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ હૃદયદ્રાવક ઘટના નાગપુરના વાથોડા વિસ્તારના અનમોલ નગરના શિવાજી પાર્કમાં બની હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે આખા નાગપુરની જેમ આ વિસ્તારમાં પણ રખડતા શ્વાનની સંખ્યા વધી છે. આ અકસ્માતો બાદ પાલિકા પ્રશાસન દ્વારા આ શ્વાન સામે તાકીદે પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉગ્ર બની રહી છે.