Surat News: 'પંજાબ, હરિયાણાએ જેટલું વર્ષોથી ડ્રગ્સ નથી ઝડપ્યું તેટલું ગુજરાત પોલીસે 2 વર્ષમાં ઝડપ્યું': હર્ષ સંઘવી
🎬 Watch Now: Feature Video
સુરત: ડ્રગ્સ સામેની લડાઈમાં ગુજરાત પોલીસ હંમેશા અગ્રેસર હોય છે. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા બે વર્ષમાં ડ્રગ્સના દૂષણ સામે હલ્લાબોલ બોલાવી છે. આજે ગાંધીધામ પોલીસે એક અગ્રેસરની ભૂમિકા ભજવી છે. હર્ષ સંઘવીએ આ સમયે જણાવ્યું હતું કે, આજે ગાંધીધામ પોલીસ દ્વારા 80 કિલો જેટલું કોકેઇન પકડવામાં આવ્યું છે. છેલ્લા ઘણા દિવસથી તેઓ માહિતીના આધારે આ ડ્રગ્સ કોણ લાવતું હતું ક્યાંથી લાવતું હતું. તેનો અભ્યાસ કરતા હતા.આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ 80 કિલો કોકેઇનની કિંમત આશરે 800 કરોડ જેટલા ગણવામાં આવી રહ્યું છે. એફએસએલના માધ્યમના રિપોર્ટ અનુસાર આ કોકીન છે. ત્યારે ગાંધીધામ પોલીસ અને ગુજરાત પોલીસને જે પ્રકારે છેલ્લા બે વર્ષમાં ડ્રગ્સ સામે જે પ્રકારે કટકાઈપૂર્વક કામ કરી છે. તે બદલ આખી ટીમને અભિનંદન પાઠવું છું. તમામ અધિકારીઓને ટેલિફોનિક અભિનંદન પાઠવ્યા છે. તે ઉપરાંત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ આખી ટીમને અભિનંદન પાઠવ્યા છે. કહ્યું કે છેલ્લા બે અઠવાડિયામાં પોરબંદર, અમદાવાદ, સુરત એમ ગુજરાતના અનેક જિલ્લામાં પોલીસે આજ પ્રકારના કેસમાં ડ્રગ્સ સામેની ઝુંબેશ હાથ ધરીને કામ કર્યું છે. આજે ગણેશ વિસર્જનના કાર્યક્રમ વચ્ચેથી ગુજરાત પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગણપતિ બાપાના આશીર્વાદ ગુજરાત પોલીસ ઉપર બન્યા રહે અને આજ પ્રકારે ગુજરાત પોલીસ ડ્રગ્સ સામેની કાર્યવાહી વધુમાં વધુ મજબૂત કરે જે પ્રકારે શ્રી ગણેશ ભગવાનના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરું છું.