Somnath Mahadev Temple : સોમનાથ મહાદેવને કરવામાં આવ્યો સૂર્ય દર્શનનો શણગાર, ભાવિકોએ કર્યા મન ભરીને દર્શન - devotees performed darshan with full hearts
🎬 Watch Now: Feature Video
Published : Aug 23, 2023, 8:26 AM IST
સોમનાથ: પવિત્ર શ્રાવણ માસ ધીમે ધીમે આગળ વધતો જાય છે. શ્રાવણ મહિનાના દિવસો પુરા થતા જાય છે. શિવ ભક્તો દેવાધિદેવ મહાદેવના દર્શન પૂજા અને આરાધનામાં મગ્ન બનતા જાય છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ મહિનાને લઈને સોમનાથ મહાદેવને વિશેષ શણગારનું આયોજન પણ કરાયું છે. તે મુજબ સંધ્યા આરતીના સમય સોમનાથ મહાદેવને સૂર્ય દર્શન શણગારથી શોભાયમાન કરાયા હતા. જેના દર્શન કરીને શિવભક્તો ભારે આનંદિત થઈ ઊઠ્યા હતા. સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો સોમનાથ આવતા હોય છે. મહાદેવને કરવામાં આવતો વિશેષ શણગાર પણ શિવભક્તોમાં અનેરી ધાર્મિક આસ્થાનું કેન્દ્ર પણ બની રહ્યો છે.જેને લઈને દરરોજ સોમનાથ મહાદેવ અલગ અલગ શણગાર સાથે શિવ ભક્તોને દર્શન આપી રહ્યા છે.