SOG પોલીસે એકઝોટિક એનીમલના વેચાણનો કર્યો પર્દાફાશ - White African snake
🎬 Watch Now: Feature Video
સુરત કામરેજના વલથાન ખાતેથી સુરત ગ્રામ્ય SOG પોલીસે ડમી ગ્રાહક ઊભો કરી સફેદ આફ્રિકન સાપનો વેપલો કરતા શખ્સને દબોચી લીધો હતો. એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. સફેદ આફ્રિકન સાપ સાથે શખ્સ ઝડપાયો હતો. સુરત ગ્રામ્ય SOG પોલીસે સોશિયલ મીડિયા પર એકઝોટિક એનીમલના વેચાણનો પર્દાફાશ કર્યો હતો. સુરત ગ્રામ્ય SOG પોલીસને ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી. એક શખ્સે સોશિયલ મીડિયાના એકાઉન્ટમાંં ફોટા મૂકી તેનો વેપલો કરી રહ્યો હતો. જે ચોક્કસ બાતમીના આધારે એ પોલીસે ડમી ગ્રાહક ઊભો કર્યો હતો. એક્ઝોટીક એનિમલનું ગેરકાયદેસર વેચાણ કરતા શખ્સનો સંપર્ક કરી તેઓના કામરેજ તાલુકાના વલથાન નજીક બોલાવ્યો હતો. સફેદ આફ્રિકન સાપ તેમજ બે સફેદ ઉંદર સાથે દબોચી લીધો હતો. પોલીસે તેઓનું નામ ઠામ પૂછતાં તેઓએ પોતાનું નામ માર્ગેશ ઉર્ફે માર્ટિન નરેન્દ્ર સરૈયા બતાવ્યું હતું. હાલ તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સફેદ આફ્રિકન સાપ તેમજ બે સફેદ ઉંદર સાથે ઝડપાયેલા શખ્સની પોલીસે કડક પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે આ કેરલના એનિમલ અથુલ રોમારિયો નામના શખ્સે આપ્યા છે. તેઓએ ઓનલાઇન મંગાવ્યા હોવાનો પણ ખુલાસો કર્યો હતો. ત્યારે હાલ પોલીસે કેરલના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. Sales of exotic animals Surat Village SOG Police White African snake
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST