ડભોઈ દર્ભાવતિ બેઠક ઉપર શૈલેષ મહેતા સોટ્ટાનો ભવ્ય વિજય - ડભોઈનો વિકાસ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 8, 2022, 6:17 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

આજે જયારે ગુજરાત રાજયમાં 150થી પણ વધુ બેઠકો(Gujarat Assembly Election 2022 ) ઉપર વિજય મેળવી નવો ઈતિહાસ રચ્યો છે. તેવામાં ડભોઈ વિધાનસભાની બેઠક આજદિન (Vadodara assembly seat) સુધી શ્રાપિત બેઠક ગણાતી હતી. કારણકે આ બેઠક ઉપરથી કયારેય કોઈ ઉમેદવાર બીજીવાર ચૂંટણી જીતી શકયો નથી. ત્યારે શૈલેષ મહેતાએ આ બેઠક ઉપરથી એક ભૂદેવ પરશુરામ અવતાર સ્વરૂપે આ શ્રાપ દૂર કરી સતથ બીજીવાર આ જ બેઠક ઉપરથી વિજય હાંસલ કરી નવો ઈતિહાસ રચ્યો છે જે એક નોધનીય બાબત છે. ડભોઈ બેઠક ઉપરથી કોંગ્રેસના નેતા સિધ્ધાર્થ પટેલ ચૂંટણી લડતાં હતા. પરંતુ આ વખતે ભાજપમાંથી કોંગ્રેસમા જઈ બાલકૃષ્ણ પટેલ ચૂંટણી લડી રહયાં હતા. પરંતુ તેઓનો પણ શૈલેષ મહેતા સામે કારમો પરાજય થવા પામ્યો છે. હવે શકયતા એ રહેલી છે કે, નવી રચાનારી સરકારમાં શૈલેષ મહેતાને મહત્વનું સ્થાન મળશે અને ડભોઈનો વિકાસ(Development of Dabhoi)તેજ ગતિએ આગળ વધશે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.