thumbnail

By

Published : Dec 5, 2022, 2:51 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

ETV Bharat / Videos

વડોદરામાં બીજા તબક્કાનું મતદાન, વિશિષ્ટ મતદાન મથકો ઉભા કરી ચૂંટણી પંચે મતદારોને રિઝવવાનો પ્રયાસ કર્યો

ગુજરાત વિધાનસભા ચૂંટણી Gujarat Assembly Election 2022 માં વિશિષ્ટ મતદાન મથકો ઉભા કરી ચૂંટણી પંચે મતદારોને રિઝવવાનો પ્રયાસ કરાયો છે. આજે બીજા તબક્કાનું મતદાન Second Phase Poll યોજાઇ રહ્યું છે ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ Election Commission દ્વારા મતદારોને રીઝવવા માટે આકર્ષિત કરે તેવા વિવિધ મતદાન મથકો બનાવવામાં આવ્યાં છે. જેમાંથી સખી મતદાન મથક Sakhi Polling Station , આદર્શ મતદાન મથક, દિવ્યાંગ મતદાર મથક જેવા વિશિષ્ટ પ્રકારના મતદાન મથક થકી મતદારોને આકર્ષવાનો પ્રયત્ન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. ત્યારે વડોદરા શહેરના મોરારજી દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ખાતે 7 મતદાન મથકોમાંથી ત્રણ સખી મતદાન મથકો એક આદર્શ મતદાન મથક અને અન્ય 3 સાદા મતદાન મથકો Sakhi Polling Station in Vadodara ઉભા કરવામાં આવ્યા હતાં.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.