નર્મદા જિલ્લાના મતદારોમાં સખી મતદાન મથકો બન્યા આકર્ષણનું કેન્દ્ર
🎬 Watch Now: Feature Video
નર્મદા જિલ્લામાં(Gujarat Assembly Election 2022 ) જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્વેતા તેવતિયાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ મહિલા સંચાલિત સખી મતદાન મથક (Sakhi Polling Station) ઉભા કરાયા હતા. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા નૂતન ભારતના નિર્માણમાં જિલ્લાની મહિલાઓ વધુમાં વધુ મતદાન કરીને આ લોકશાહીના મહાપર્વમાં પોતાની ઉત્સાહભેર ભાગીદારી નોંધાવીને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળે તેવા ઉમદા આશય સાથે 148- નાંદોદ મતવિસ્તારના રાજપીપલા-3 ના મતદાન મથક ક્રમાંક 143 ખાતે “ખાસ સખી મતદાન મથક” ઉભુ કરવામાં આવ્યું છે. તદ્ઉપરાંત નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ 148-નાંદોદ અને 149 -દેડીયાપાડા વિધાનસભામાં પ્રત્યેક મતદાર વિભાગમાં 7-7 મળીને કુલ ૧૪ સખી મતદાન મથકો કાર્યરત કરવામાં આવ્યાં છે. આ વખતે ચૂંટણીપંચ દ્વારા વિવિધ થીમ આધારિત મતદાન મથકો ઉભા કરીને લોકોને વધુમાં વધુ મતદાન માટે પ્રોત્સાહિત કરવાના આશય સાથે મતદાન મથકો ઉભા કરાયેલા એક મતદાન મથક સખી મતદાન મથક છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મતદાન મથકનો પ્રત્યેક સ્ટાફ મહિલા છે, તેની સાથોસાથ પોલીસ સ્ટાફ પણ મહિલા જ છે. આ લોકશાહીના આ મહાપર્વમાં પ્રત્યેક નાગરિક માટે એક અવસર સમાન છે કે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાની સહભાગીતા નોંધાવી શકે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST