Rushivan Natural Park: મહેસાણામાં ગરમીથી રાહત મેળવવા પર્યટકોનો પ્રાકૃતિક જગ્યાઓ પર ધસારો
🎬 Watch Now: Feature Video
ઉનાળાના આકરા તડકાને લઈ રસ્તાઓ બજારો સુમસાન જોવા (Mehsana Rushivan Natural Park )મળતા હોય છે. જોકે મહેસાણા જિલ્લામાં અન્ય જિલ્લાની સાપેક્ષ વૃક્ષોની સંખ્યા જળવાઈ રહી છે. 2 ડીગ્રી તાપમાન અન્ય જિલ્લા કરતા ઓછું જોવા મળી રહ્યું છે. જે કારણે લોકોમાં વૃક્ષનું મહત્વ (Man made forest in Mehsana)વઘ્યું છે. હાલમાં જે પ્રકારે ગરમી વધી રહી છે ત્યારે ગરમીથી રાહત અને મનોરંજન મેળવવા પર્યટકોનો પ્રાકૃતિક જગ્યાઓ પર ધસારો વધ્યો છે. તેવામાં મહેસાણા નજીક આવેલ ઋષિવન નેચરલ પાર્ક 300 હેકર જમીનમાં ગ્રીન એમ્બેસેડર જીતુ પટેલ દ્વારા 10 લાખ જેટલા વૃક્ષો ઉછેરી તૈયાર કરાયેલ માનવ સર્જિત જંગલમાં દૂર દૂર થી આવતા પર્યટકો(Rushivan Natural Park) વિવિધ રાઈડ્સમાં મનોરંજન સાથે લીલુડી વનરાઈની પ્રાકૃતિક ઠંડકનો અહેસાસ માણી રહ્યા છે. અહીં દર વર્ષે 5 લાખ જેટલા પર્યટકો આ પ્રકૃતિનો આનંદ લઈ રહ્યા છે. બીજી તરફ ઘટાદાર વૃક્ષો થી ભરેલા જંગલમાં વન્ય પ્રાણીઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરાયેલ હોઈ અહીં લુપ્ત થતી પશુ પંખીની જાતિઓ પણ આજે જીવંત બની રહી છે.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST