RSSના સરસંધ સંચાલક મોહન ભાગવતે મોરબીમાં કર્યું ટુકું રોકાણ - Sarsandh administrator of the RSS
🎬 Watch Now: Feature Video
સંઘની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે કચ્છના અંજાર ખાતે આરએસએસની ત્રિદિવસીય બેઠક યોજાઈ હતી જેમાં હાજરી આપવા આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક (western region sangh chief )મોહન ભાગવત આજે રાજકોટથી હવાઈ માર્ગે રવાના થતા પૂર્વે મોરબી ખાતે પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો.જયંતીભાઈ ભાડેશીયાના નિવાસે ભોજન લેવા ટૂંકું રોકાણ કર્યું હતું. આ અંગે પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક જયંતીભાઈ ભાડેશીયાએ જણાવ્યું હતું કે મોહન ભાગવત (Sarsandh administrator of the RSS )સંઘની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય કચ્છના અંજાર ખાતે બેઠકમાં હાજરી આપી માત્ર તેમના ઘરે ભોજન અને વિશ્રામ માટે રોકાયા હતા. કોઈ જાહેર કાર્યક્રમ ન હતો. બસ તેમની સાથે પારિવારિક વાતો તેમજ સંઘના કાર્યો વિશે ચર્ચા થઈ હતી.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST