કાર બની ફુટબોલ, જોતજોતામાં ભયંકર રીતે ફંગોળાઈ - live video viral
🎬 Watch Now: Feature Video
છિંદવાડા, મધ્યપ્રદેશના નાગપુર રોડના લિંગા બાયપાસ પર એક ઝડપી કાર બેકાબૂ થઈને પલટી ગઈ હતી. કારની સ્પીડ એટલી હતી કે, તેના પર કાબૂ મેળવવો ખૂબ મુશ્કેલ બની ગયો હતો. રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે કાર બેકાબૂ બની ગઈ હતી. અકસ્માતનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, કાર રોડથી ઘણી દૂર જઈને ફંગોળાઈ ગઈ હતી. જ્યાં કાર પલટી ગઈ છે, નજીકમાં એક ગાય પણ બાંધેલી છે, સદનસીબે, કાર ગાય સુધી પહોંચી ન હતી અને તેની પાસે પહોંચે તે પહેલાં જ અટકી ગઈ હતી. વાહનમાં સવાર તમામ લોકો સુરક્ષિત હોવાનું કહેવાય છે. road accident uncontrollable car, uncontrollable car accident, live video viral
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST