ચીખલી હાઈવે પર 6 વાહનો ધડાકાભેર અથડાયા, સદનસીબે કોઈ જાનહાની નહીં - Navsari Chikhli
🎬 Watch Now: Feature Video
નવસારીમાં ચિખલી હાઈવે (Navsari Chikhli) પર વાહનોની અકસ્માતની હારમાળા જોવા મળી હતી. અહીં ડિવાઈડરના કામના કારણે પહેલા વાહને બ્રેક મારતાં વાહનોની ટક્કરનો સિલસિલો જોવા મળ્યો હતો. જોકે, સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. નવસારીના નેશનલ હાઈવે નંબર 48 (Road Accident in National Highway 48) પાસેના મજીગામ હાઈવે (Majigam Highway) પર અકસ્માતની હારમાળા જોવા મળી હતી. અહીં ડીવાઈડરના કલરનું કામ (National Highway 48 Navsari) ચાલી રહ્યું હતું. ત્યારે કામના સ્થળના નજીકમાં જ બેરિકેટ ગોઠવી મજૂરો કલરકામ કરી રહ્યા હતા અને ત્યાં ઊભા રહી એક મજૂર ફ્લેગ બતાવી વાહનોને સતત કરી રહ્યો હતો. ત્યારે પૂરઝડપે આવતી એક કારે ફ્લેગ બતાવતા મજૂરને જોઈ અચાનક બ્રેક મારતા કારની પાછળ આવેલી એમ્બુલન્સ સહિત 6 જેટલા વાહનો ધડાકાભેર અથડાતા વાહનોમાં મોટાપાયે નુકસાન થયું હતું અને હાઈવે પર વાહનોની કતાર લાગતા ટ્રાફિકજામ (Trafic Jam in Navsari) થઈ ગયો હતો. જોકે સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ નહતી. પરંતુ એમ્બ્યુલન્સના ચાલક સહિત તેમાં સવાર 3 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું હતું ઘટના સ્તરે પહોંચેલી પોલીસે વાહનોને ખસેડી ટ્રાફિક હળવો કર્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST