રિવાબાનું ફોર્મ ભર્યા બાદ રવીન્દ્ર જાડેજાએ કરી આ મોટી વાત, જુઓ વિડિયો - Ravindra Jadeja
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16926150-thumbnail-3x2-jd.jpg)
જામનગર: ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજા પોતાની ધર્મપત્ની રિવાબાનુ ફોર્મ ભરવા માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યો હતો. અહીં મીડિયા સાથે વાત કરતા રવિન્દ્ર જાડેજાએ જણાવ્યું કે, ભાજપ દેશમાં વિકાસના કામ કરી રહી છે અને રિવાબા જાડેજા જામનગરવાસીઓના તમામ પ્રશ્નોનું સોલ્યુશન લાવે તેવા પ્રયાસો કરશે. આજરોજ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપના રીવાબા જાડેજા દિવ્યશ અકબરી અને રાઘવજી પટેલનું ફોર્મ ભરવામાં આવ્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST