Rahul Gandhi Defamation Case : પૂર્ણેશ મોદીના વકીલ હર્ષદ ટોળિયાએ હાઇકોર્ટના અવલોકનનું મહત્ત્વ જણાવ્યું
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: પૂર્ણેશ મોદીના વકીલ હર્ષદ ટોળિયાએ ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. રાહુલ ગાંધીને ગુજરાત હાઇકોર્ટ તરફથી કોઇ રાહત મળી નથી. ત્યારે ફરિયાદી પૂર્ણેશ મોદીના વકીલ એવા હર્ષદ ટોળિયાએ વાત કરતા જણાવ્યું હતું કે આ હાઇકોર્ટે નીચલી કોર્ટના અવલોકનને માન્ય રાખ્યું છે. 10 વધુ કેસ છે. તેઓ સાંસદ હોવાના કારણે કોઈ સ્પેશિયલ સુવિધા મળે નહીં. જે તેમની સામે મુખ્ય દલીલ કરવામાં આવી હતી. હાઇકોર્ટે પણ અપીલને ઝડપી ચલાવવાની જાણ કરી હતી. રાહુલ ગાંધી સામે તમામ પુરાવા હતા. જેના કારણે તેમને આ સજા કોર્ટ દ્વારા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી સામે મોદી અટક બદનક્ષી કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટનો ચૂકાદો આવી ગયો છે. રાહુલ ગાંધીએ મોદી અટક બદનક્ષી કેસમાં સુરતની નીચલી અદાલતના ચૂકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. સજા પર સ્ટે માટે યોગ્ય કારણ ન હોવાથી રાહુલ ગાંધીની અરજી કરી છે. હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી છે.રાહુલ ગાંધી તરફથી હવે આ નામદાર સુપ્રીમ કોર્ટની અંદર હવે સુપ્રીમ કોર્ટમાં આ ચુકાદાને પડકારતી અરજી કરવામાં આવશે. આ મામલે પૂર્ણેશ મોદીના વકીલે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીનો ગુનાહિત ઇતિહાસ છે. હાઈકૉર્ટનું અવલોકન યોગ્ય છે. હાઇકોર્ટે નીચલી અદાલતના ચુકાદાને યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.