અંબાજી મંદિરમાં કરાશે ખાસ વિધિ, મંદિર બપોર બાદ બંધ રાખવામાં આવશે
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠા યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ અનેક ગામડાઓ પસાર કરી રાત દિવસ ચાલી અંબાજી પહોંચતા હોય છે. જો કોઈને રસ્તામાં પવિત્રતા ન જળવાઈ હોયને સીધા મંદિરે પહોંચ્યા હોય તેવા બાબતોને ધ્યાનમાં રાખી મંદિરની પવિત્રતા જળવાઈ રહે તે માટે અંબાજી મંદિર પરીસરના નીજમંદિરની સાફ સફાઈ માટે પ્રક્ષાલન વિધિ કરાનાર છે. 13 સપ્ટેમ્બર મંગળવારના રોજ અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ થનાર હોવાથી મંદિર બપોર બાદ બંધ રાખવામાં આવશે, પ્રક્ષાલનના દિવસે મંદિર બપોરના દોઢ વાગ્યા સુધી ખૂલું રહેશે અને ત્યાર બાદ મંદિર દર્શનાર્થી માટે સંપૂણ બંધ રહેશે.પ્રક્ષાલનના દિવસે મંદિરમાં દર્શનનો સમય,સવારે દર્શન 7.30 થી 11.30 કલાક બપોરે દર્શન 12.30 થી 1.30 કલાક સુધી જ રહેશે. સાંયકાલની આરતી પ્રક્ષાલન વિધિ પૂર્ણ થયા બાદ રાત્રીના આશરે 9.00 બીજા દિવસ થી દર્શનાર્થીનો સમયે રાબેતા મુજબનો રહેશે. Amabji Temple Update, Bhadarvi Poonam fair 2022 date, Ambaji Fair, Purkshalan Vdhi at Ambaji temple
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST