APMCમાંથી ડાંગર ભરેલા ટ્રેકટરની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા - Sanand Police
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : સાણંદ તાલુકામાં આવેલી APMC માર્કેટમાંથી ડાંગર ભરેલા ટ્રેક્ટર (Tractor theft in Sanand APMC) અને ટ્રોલીની ચોરી કરનાર બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. આ મામલે સાણંદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન આધારે તપાસ હાથ ધરી હતી. CCTV ફુટેજના આધારે ગુનામાં સામેલ આરોપીઓની ઓળખ થતા બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, આ ઉપરાંત સાણંદ પોલીસને બાતમી મળી હતી કે, APMC માર્કેટ આગળથી (Ahmedabad Crime News) ચોરી કરેલા ટ્રેક્ટર અને ટ્રોલી સાથે આરોપીઓ નળસરોવર રોડ બાજુથી એક નંબર વગરની સફેદ કલરની ઈકો ગાડી, ટ્રેક્ટર અને ટ્રોલી સાથે સાણંદ તરફ આવી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને આરોપીઓને ઝડપીને ચોરીનો મુદ્દામાલ અને ચોરીમાં (Sanand Police) વપરાયેલા વાહન કબજે કર્યું છે. આ મામલે સાણંદ પોલીસે અજય વાઘેલા અને પ્રકાશ વાઘેલા નામના બે યુવકોની ધરપકડ કરી છે. જ્યારે આ ગુનામાં વોન્ટેડ મહેશ વાઘેલાને પકડવા માટે કવાયત તેજ કરી છે. આ અંગે સાણંદ પોલીસ સ્ટેશનના PI આર.એ જાદવે ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ આ મામલે મુખ્ય આરોપીઓની ધરપકડ કરીને વોન્ટેડ આરોપીને પકડવાની કવાયત હાથ ધરાઇ છે. તેઓના ગુનાહિત ઇતિહાસ અંગે તપાસ કરવામાં આવી રહી છે. (paddy loaded Tractor theft in Sanand APMC)
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST