Somnath Mahadev Temple : શ્રાવણીયા સોમવારે સોમનાથ મહાદેવની કાઢવામાં આવી પાલખીયાત્રા
🎬 Watch Now: Feature Video
સોમનાથ: શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર જેને લઈને સોમેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન સોમનાથ મહાદેવની પાલખીયાત્રા કાઢવામાં આવી હતી. શ્રાવણ મહિનામાં એકમાત્ર સોમનાથ મહાદેવ મંદિરમાં પાલખી યાત્રા કાઢવાની વિશેષ પરંપરા છે જેના દર્શન કરવા માટે શિવ ભક્તો આતુર હોય છે. વહેલી સવારે સોમનાથ મંદિર પરિસરમાં શિવ ભક્તોની હાજરીની વચ્ચે હર હર મહાદેવના ગગન ભેદી નારાની સાથે પાલખી યાત્રા શરૂ થઈ હતી. જે સોમનાથ મંદિરની ચારે તરફ પરિભ્રમણ કરીને ફરી નિજ મંદિરમાં પૂર્ણ થઈ હતી. પાલખી યાત્રા શ્રાવણ મહિનામાં ખૂબ વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. સમગ્ર ભારત વર્ષમાં એક માત્ર સોમનાથ મહાદેવ મંદિરમાં ભગવાન સોમેશ્વરની શ્રાવણ માસના દર સોમવારે પાલખીયાત્રા કાઢવામાં આવે છે. જેમાં ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો સામેલ થાય છે.