પાદરાના વડું ગામે દબાણો દૂર કરાતા વેપારીઓમાં રોષ, કોર્ટમાં અરજી કરી - padra Local traders filed a petition in court
🎬 Watch Now: Feature Video
પાદરા તાલુકાનાં વડુ ગામે ગેરકાયદેસર દબાણો ન હટાવવા માટે સ્થાનિક વેપારીઓ દ્વારા કોર્ટમાં પિટિશન (Petition in court )દાખલ કરવામાં આવી હતી. આ ઘટનામાં હકીકતને ધ્યાને લઈ કોર્ટ દ્વારા સ્થાનિક કક્ષાએ પ્રશ્નને હલ કરવા મામલતદારને નિર્ણય લેવા માટે જણાવ્યું હતું. જેથી મામલતદાર (padra Local traders filed a petition in court) દ્વારા વિકાસના કામમાં અડચણરૂપ રહેતા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટેની કામગીરી હાથ ધરાઈ હતી. અને મામલતદારે સ્થાનિક તંત્રને સાથે રાખી આ ગેરકાયદેસર દબાણોને દૂર કર્યા હતા. હાલમાં ઉતરાયણનો તહેવાર નજીક છે. વડુ ગામે ઉતરાયણનો વેપાર ધંધો કરતા વેપારીઓ માલ ભરી વેપારની આશાએ બેઠાં છે. ત્યારે દબાણો દૂર કરાતાં પોતાનો વેપાર ગુમાવવાનો વારો આવશે અને મોટું આર્થિક નુકસાન થશે. આવા ડરને કારણે વેપારીઓએ (Local Government Vadodara)વહીવટી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.વેપારીઓ સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ પણ જોડાયા હતા.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST