જમાલપુરમાં કાળા વાવટા સાથે ઓવૈસીનો વિરોધ, ઓવૈસી "GO BACK"ના લાગ્યા નારા - gujarat election 2022
🎬 Watch Now: Feature Video
અમદાવાદમાં જમાલપુર ખાડિયાના AIMIM ઉમેદવાર સાબીર કાબલીવાલાના સમર્થનમાં રેલીનું આયોજન(Rally organized in support of AIMIM candidate) કરવામાં આવ્યું હતું. અસદુદ્દીન ઓવૈસી(AIMIM President Asaduddin Owaisi) અલગ અલગ વિસ્તારમાં પ્રચાર કરવા પગપાળા નીકળી રહ્યા હતા. એ દરમિયાન શાહપુર મિલ કમ્પાઉન્ડમાં સ્થાનિકો લોકો દ્વારા કાળા વાવટા બતાવી વિરોધ(Owaisi Protest With Black Belt In shahpur) કરવામાં આવ્યો હતો. આ સાથે ઓવૈસી "GO BACK"ના બોર્ડ લાગેલા જોવા મળ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં AIMIM પાર્ટીના બાપુનગરનો ઉમેદવારે કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. ત્યારથી AIMIMમાં ક્યાંક ને ક્યાંક અસંતોષ જોવા મળતો હતો, જેને લઈને જમાલપુર-ખાડિયા વિધાનસભામાં સાબીર કાબલીવાલા જ્યારે પ્રચારમાં નીકળ્યા ત્યારે તેમને પણ કેટલીક જગ્યાએ વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST