ગુજરાત યુનિવર્સિટીની પીએચડીની પરીક્ષામાં ગેરરીતિનો NSUIએ લગાવ્યો આક્ષેપ
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : દર વર્ષે ગુજરાત યુનિવર્સિટી દ્વારા જુદી-જુદી વિધાશાખાઓમાં ડૉક્ટરેટની પદવી માટે પીએચડીની એન્ટ્રન્સ પરીક્ષા યોજવામાં આવે છે. ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતી આ પરીક્ષાઓમાં ગેરરીતિ થઈ હોવાનોનો આક્ષેપ NSUI દ્વારા કરવામાં આવ્યો છે. (Gujarat University PhD examination) NSUIના નેતા સુભાન સૈયદે જણાવ્યું હતું કે, ઉમેદવારોને ઉત્તરવહીની કાર્બન કોપી આપવામાં આવી નથી. તેમજ પરીક્ષા બાદ પ્રશ્નપત્ર પણ વિદ્યાર્થીને ઘરે લઈ જવા આપવામાં આવ્યા નથી.(NSUI alleges malpractice in Gujarat University PhD examination) જ્યારે આવતા વર્ષથી યુજીસી માન્ય નેશનલ ટેસ્ટ એજન્સી દ્વારા પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે, તેને લઈને યુનિવર્સિટી દ્વારા પોતાના મળતીયાઓને છાવરવા ગેરરીતિ આચરવામાં આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST