રાજકોટમાં ભાઈની નજર સામે ભાઈને પતાવી દીધો - Gaikwadi in Rajkot

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 21, 2022, 5:30 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

રાજકોટ શહેરના ગાયકવાડી નજીક (Gaikwadi in Rajkot)આવેલા કિટીપરા વિસ્તારમાં વધુ એક યુવકની હત્યાની (Murder in Rajkot)ઘટના સામે આવી છે. સોમવારે વહેલી સવારે બનેલી આ ઘટનાની જાણ(Murder of a youth in Kitipara area)થતાં પોલીસ કાફલો દોડી ગયો છે. સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જાણવા મળતી વિગત અનુસાર રાજકોટ શહેરનાં કિટીપરા આવાસ ક્વાર્ટરમાં વહેલી સવારે પોણાચારે ગાયકવાડીના આસિફ ઇકબાલ જૂણેજાની હત્યા કરવામાં આવી છે. આસિફના પિતરાઈ ભાઈ જાકિરને વિક્કી પરમાર નામનો શખ્સ ગાળો દેતો હોઈ આસિફ તેને સમજાવવા પહોંચ્યો હતો. જ્યાં ઉશ્કેરાયેલા વિક્કીએ આસિફને છાતીમાં છરીનો ઘા ઝીંકી દેતા જ આસિફ લોહીલુહાણ થઈ ત્યાં જ ફસડાઈ પડ્યો હતો. આ બનાવ અંગે સ્થાનિકોએ જાણ કરતા પોલીસ અને 108નો કાફલો દોડી ગયો હતો.ઘટનામાં સ્થળ પર પહોંચેલી 108નાં ફરજ પરના સ્ટાફે યુવકને મૃત જાહેર કર્યો હતો. જેને પગલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. હત્યા કરીને વિક્કી પરમાર ત્યાંથી ફરાર થઈ ગયો હોવાથી પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજને ચેક કરી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.