કૉંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા પહોંચી પોરબંદર, સાંસદ શક્તિસિંહે મોઢવાડિયાના કર્યા ભરપૂર વખાણ - Gujarat Congress News

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 5, 2022, 10:28 AM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

ગુજરાત કૉંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા પોરબંદરના ખાંભોદર પહોંચી હતી. આ યાત્રામાં રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ પણ જોડાયા હતા. અહીં તેમણે જનસભા સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે, કૉંગ્રેસ ગૃહિણીઓ, યુવાનો, ખેડૂતો, સરકારી કર્મચારીઓ તથા બેરોજગાર માટે સંકલ્પ પત્ર લાવી છે. સાથે જ પોરબંદરમાં અર્જૂન મોઢવાડિયા પ્રમાણિકતાથી રાજનીતિ કરી રહ્યા છે અને તેને જીતાડવા માટે કૉંગ્રેસ કાર્યકર્તાઓઓ મહેનત કરશે. મહત્વનું છે કે, વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે કૉંગ્રેસ દ્વારા ઠેરઠેર યાત્રાઓ અને સભા યોજવામાં આવી રહી છે. તો જિલ્લામાં યોજાયેલી જનસભામાં કૉંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. MP Shaktisinh Gohil joins Gujarat Congress Parivartan Sankalp Yatra at Porbandar Arjun Modhvadiya Congress Leader Gujarat Congress News.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.