Somnath Mahadev Temple : પ્રથમ સોમવારે 45 હજાર કરતાં વધુ શિવ ભક્તોએ કર્યા મહાદેવના દર્શન - પ્રથમ સોમવારે 45 હજાર કરતાં વધુ શિવ ભક્તો
🎬 Watch Now: Feature Video


Published : Aug 23, 2023, 6:42 AM IST
સોમનાથ: પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવ સમક્ષ 45 હજાર કરતાં વધુ શિવ ભક્તોએ શીશ ઝુકાવીને સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. ગઈકાલે એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં પ્રથમ વખત શિવ ભક્તો સોમનાથ મંદિરમાં દર્શન માટે કતાર બંધ જોવા મળ્યા હતા. પહેલા દિવસે આ પ્રકારનો માહોલ શિવ અને જીવ વચ્ચેના આ મિલનનું સાક્ષી બન્યું હતું. સોમવારે એટલે કે પ્રથમ દિવસે જ 55 જેટલી નૂતન ધ્વજા પૂજા પણ કરવામાં આવી હતી. જેમાં પણ ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા હતા. જેમ જેમ શ્રાવણ માસ આગળ વધતો જાય છે તેમ તેમ શિવ ભક્તોની આસ્થા સોમેશ્વર મહાદેવ પ્રત્યે સતત વધતી જવા મળી રહે છે.