ત્રણ સાપ પ્રણયક્રીડા કરતા કેમેરામાં કેદ, જુઓ વીડિયો - undefined
🎬 Watch Now: Feature Video
વડોદરા: છેલ્લા કેટલાક દિવસથી વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં મેઘરાજા (Vadodara Snack Viral Video) મન મૂકીને વરસ્યા હતા. સામાન્ય રીતે બે સર્પ પ્રણય ક્રીડા કરતા અનેક વીડિયો વાઇરલ થયા છે. લોકોએ પ્રત્યક્ષ પણ જોયા હશે પરંતુ, વડોદરા નજીક સિંધરોટ ગામ પાસે રોડ નજીકની જગ્યામાં ત્રણ સર્પ પ્રણયક્રીડા (Mating Video of Snack) કરતા મોબાઇલ ફોનમાં ક્લિક થઇ ગયા છે. ત્રણ સાપ ક્રીડા કરતા હોવાની ઘટના જવલ્લેજ જોવા મળતી હોય છે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે કૂતુહલ સર્જ્યુ હતું. ચોમાસામાં પડતા વરસાદથી બચવા સર્પોમાંથી (Monsoon Vadodara) દરમાંથી નીકળી કોરી જગ્યામાં પહોંચી જાય છે. સામાન્ય રીતે તો સાપનો સંવનન કાળ ડિસેમ્બર અને જાન્યુઆરી સુધીનો રહેતો હોય છે. જવલ્લેજ નર-માદા સર્પો ભેગા થઇ જાય છે. ક્રીડા કરતા જોવા મળી જતા હોય છે. વડોદરા નજીક સિંધરોટ ગામ પાસે ક્રીડા કરી રહેલા ત્રણ સર્પો ઉપર પડતા લોકોએ પોતાના મોબાઇલમાં ક્રીડા કરી રહેલા સર્પોનો વીડિયો ઉતારી લીધો હતો. બીજી બાજુ ક્રીડા કરી રહેલા સર્પો અંગેની વાત ફેલાતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST