સોશિયલ મીડિયોનો તો એવો ક્રેઝ કે, દિલ્હીમાં એક યુવકે ચાલતી કાર પર કર્યું કઈંક આમ અને... - ઈન્સ્ટાગ્રામ વીડિયો બનાવવા માટે સ્ટંટ
🎬 Watch Now: Feature Video
દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર એક યુવકે ઈન્સ્ટાગ્રામ વીડિયો બનાવવા માટે સ્ટંટ (stunt in moving car video viral ) કર્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. યુવક (man stunt in moving car in ghaziabad) કારની છત પર બેઠો જીવ જોખમમાં મુકીને ડાન્સ કરતો જોવા મળે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે યુવક કારની છત પર બેઠો છે અને કારને દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર ચલાવવામાં આવી રહી છે. જો આ દરમિયાન અકસ્માત સર્જાયો હોત તો યુવાનનો જીવ પણ જઈ શકત. તેમજ અન્ય વ્યક્તિના જીવને પણ જોખમ હોઈ શકે છે. આ મામલે ટ્રાફિક પોલીસે નોંધ લીધી છે. વાહનનો નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં આ મામલે કાર્યવાહી કરવામાં આવી શકે છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST