Mahua Tree: મહુડાના વૃક્ષ આદિવાસીઓ માટે બન્યા આશીર્વાદ રૂપ - જંગલ વિસ્તાર નર્મદા
🎬 Watch Now: Feature Video
નર્મદા: જિલ્લો આદિવાસી બહુલ વસ્તી ધરાવતો જિલ્લો છે. નર્મદા જિલ્લો 43 ટકા વન વસ્તી ધરાવતો જિલ્લો છે. જંગલ વિસ્તારમાં કુદરતી રીતે ઉગી નીકળેલ મહુડાનાં વૃક્ષો ઘણા છે. જંગલમાં આવેલા ખેતરો હોય કે જંગલ વિસ્તારમાં રહેતા લોકોના ઘર આંગણામાં હોય પરંતુ નર્મદા જિલ્લામાં મહુડાનાં વૃક્ષો તમને જોવા તો મળશે જ. બીજી એ વાત પણ સાચી છે કે નર્મદાના લોકોને મહુડામાંથી આવક મળે છે. આ વૃક્ષનું આયુષ પણ વધારે હોય છે. જેના કારણે પેઢીઓ જતી રહે છે પણ આ વૃક્ષ આર્થિક મદદ આપતું રહે છે. જેના કારણે તેને કલ્પવૃક્ષ તરીકે ગણવામાં આવે છે. હાલ ઉનાળાની સીઝન જામતા મહુડાનાં ફૂલ મોટી માત્રામાં થતા હોય છે. વહેલીસવારે નીચે પડતા મહુડાં વીણી ને એ પરિવાર ભેગા કરી ને બજારમાં વેચે છે. એક કિલોના અંદાજિત 60 રૂપિયા પરિવાર ને મળે છે.આમ ચાર પાંચ કિલો રોજના આખું પરિવાર વીણીને ભેગા કરે તો પણ 300 રોજના ફૂલ થાય છે. ડાળી ને આ પરિવાર તોડી જેને સુકવી ડાળીનું તેલ કાઢે છે. જેનો અંદાજિત 10 થી 15 રૂપિયા પિલાવવાનો ખર્ચ થાય છે. એક કિલો તેલ તેમને 15 થી 20 રૂપિયામાં પડે છે. આખા વર્ષનું તેલ તેઓ સંગ્રહિત કરી રાખે છે. આમ મહુડો આખા વર્ષનું તેલ આપે અને મહુડાનાં ફૂલ આપે અને આખું વર્ષ શીતળ છાયા આપે છે. શીતળ છાયાની સાથે તેમના પરિવાર પર આર્થિક શીતળ છાયાથી મદદ કરે છે. તેથી જ આદિવાસી ઓ માટે મહુડાંનું વૃક્ષ એ કલ્પવૃક્ષ સમાન ગણવામાં આવે છે.