Mahisagar Teacher Farewell Ceremony : મહિસાગરના શિક્ષકની સ્કુલ માંથી વિદાય થતા સર્જાયા ભાવુક દ્રશ્યો - મહિસાગર શિક્ષક વિદાય સમારંભ
🎬 Watch Now: Feature Video
Published : Aug 27, 2023, 5:29 PM IST
મહિસાગર : ''ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરૂ આપકી ગોવિંદ દિયો બતાય'' આ વાક્યને ખરા અર્થમાં મહિસાગરના કર્તવ્ય નિષ્ઠ શિક્ષકે સાબીત કર્યું છે. શિક્ષક એટલે સર્જક, એક ઘડવૈયો અને જીવન બદલી દેનાર એવા કર્મનિષ્ઠ શિક્ષકની શાળામાંથી બદલી થાય ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાય છે. શિક્ષક માટે તે ખૂબ જ ગર્વની ક્ષણ છે.
વિદાય વખતે ભાવુક દ્રશ્ય જોવા મળ્યા : કડાણા તાલુકાના ડિટવાસ ગામમા એકલવ્ય માધ્યમિક શાળાના કર્તવ્ય નિષ્ઠ શિક્ષકની વિદાય સમયે ગામ આખું હિબકે ચઢયું હતું. શિક્ષક તરીકે ફરજ બજાવતા ઇન્દ્રસિંહ ચૌહાણની 18 વર્ષની નોકરી બાદ કડાણા ખાતે તેમની બદલી આચાર્ય તરીકે થઈ છે. કર્મનિષ્ઠ શિક્ષકને વિદાય આપવા માટે વિદ્યાર્થીઓ, શાળાનો સ્ટાફ તેમજ આખું ગામ ઉમટ્યું હતું. શિક્ષકએ બાળકોને કહ્યું કે, સારું ભણજો અને ધ્યાન દઈને ભણજો. મને બાળકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે.