દીવમાં ચાર પગનો આતંક, પાંજરે પૂરવા માટે લેવી પડી ડ્રોનની મદદ - Forest Department to capture leopards in Ghoghla

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 12, 2022, 9:41 AM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

સંઘ પ્રદેશ દીવમાં દીપડાનો આતંક (Leopard in Diu) જોવા મળી રહ્યો છે, ગત રાત્રીના સમયે ઘોઘલા વિસ્તારમાં દિપડો શિકારની (leopards catch in diu) શોધમાં આવી ચડ્યો હતો. જેને લઇને સ્થાનિક નિવાસીઓમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે સવારથી જ દીપડાને પકડી પાડવા માટે વન વિભાગે ડ્રોન કેમેરાની મદદથી છુપાયેલા દીપડાને શોધવા માટે કવાયત હાથ ધરી છે. હજી સુધી દીપડો વન વિભાગની પકડમાં આપ્યો નથી. જેને લઈને ડ્રોન કેમેરામાં દીપડાના છુપાવવાના સંભવિત સ્થાનો જોવા મળતા નથી. પરંતુ દિવના ઘોઘલા વિસ્તારના દિપડાના સમાચાર સામે આવતા લોકોના જીવ અધ્ધર ચડ્યા છે. ઉલ્લેખનીય છે કે, વન્યપ્રાણીઓ ક્યારેક ખોરાકને કારણે રસ્તાઓ પર ચડી જતા હોય છે. ત્યારે લોકોની નજરે પ્રાણી ચડતા એક ભયનો માહોલ ઉભો થતો હોય છે, ત્યારે હવે જોવું રહ્યું કે, ઘોઘલા વિસ્તારમાં વન વિભાગની ટીમ કેટલા સમયમાં દિપડાને પાંજરે પૂરવામાં સફળતા મેેળવે છે. diu forest department, Leopards in Ghoghla area of Diu, Forest Department to capture leopards in Ghoghla, leopards cage Drone camera in Diu
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.