અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત, ફોરેસ્ટ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ

By

Published : Dec 22, 2022, 6:48 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

thumbnail

સુરત પલસાણા નજીક નેશનલ હાઇવે નંબર 53 પરથી પસાર થતા અજાણ્યા વાહનની અડફેટે રસ્તો ક્રોસ કરી રહેલા દીપડાનું (Leopard dies after being hit by a vehicle in Surat) મોત નીપજ્યું હતું. વનવિભાગે (Surat forest department) દીપડાનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. બુધવારે રાત્રીના સમયે પલસાણાથી બારડોલી જતા નેશનલ હાઇવે નંબર 53 પર પલસાણા ગામની સીમમાં ભૂતપોર પાટિયા પાસે એક દીપડાને ( Surat Leopard Accident ) અજાણ્યા વહાને ટક્કર મારી હતી. અકસ્માતમાં દીપડાનું મોત થયું હોવાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકટોળુ ઉમટી પડ્યું હતું. આ દરમ્યાન કણાવ ગામના જાગૃત નાગરિકોએ બારડોલીની ફ્રેન્ડસ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને જાણ કરતા તેઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસ(Palsana Police Surat) સ્થળ પર પહોંચી હતી. દીપડાના મૃતદેહને ટેમ્પોમાં મૂકી પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ વનવિભાગની ટીમ પણ આવી પહોંચતા વનવિભાગે (Surat forest department) દીપડાના મૃતદેહનો કબ્જો લઈ આગળની તપાસ હાથ ધરી છે. મૃતક દીપડો અંદાજીત 8 વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે.

Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.