Khilkhilat Van Accident in Kheda : ખિલખિલાટ વાન અને બાઈકનો અકસ્માત,કુમળી જિંદગી કચડાઇ - ડાકોર પોલિસ
🎬 Watch Now: Feature Video
ખેડામાં ઠાસરા તાલુકાના રખિયાલ ગામ પાસે આરોગ્ય વિભાગની ખિલખિલાટ વાન (Khilkhilat Van Accident in Kheda) અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો.જેમાં 55 વર્ષીય મહિલા અને એક ચાર વર્ષની બાળકીનું ઘટનાસ્થળે મોત (Accidental Death of child) નિપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાઈ હતી.બાઈક રખિયાલથી ડાકોર તરફ આવી રહ્યું હતું.જે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. બાઈક પર ચાર વ્યક્તિ સવાર હતાં.પૂરપાટ ઝડપે આવતી ખિલખિલાટ વાને બાઈકને અડફેટે લઇ 30 ફૂટ સુધી ઘસડી હતી. બે ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે તાત્કાલિક ડાકોર સરકારી હોસ્પિટલ (Dakor Government Hospital ) અને ત્યાંથી વધુ સરવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ (Nadiyad Civil Hospital ) ખસેડાયા હતાં.અકસ્માતની જાણ થતા ડાકોર પોલિસે (Dakor Police ) ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને (Accidental Death of child and a woman in thaasra) પોસ્ટમોર્ટમ માટે મોકલી અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST