આવો જાણીએ કેવી રીતે થાય છે સૂર્યગ્રહણ - khagras surya grahan How does happen
🎬 Watch Now: Feature Video
અમદાવાદ સૂર્યગ્રહણને લઈને ધર્મ અને વિજ્ઞાનની દ્રષ્ટિએ (khagras surya grahan) વિવિધ કારણ છે. તેમજ સૂર્યગ્રહણ સાથે કેટલીક માન્યતાઓ પણ જોડાયેલી હોય છે. ત્યારે આપણે જાણવી કે કેવી રીતે થાય સૂર્યગ્રહણ. તો પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે, જ્યારે ચંદ્ર પરિક્રમા કરીને પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય, ત્યારે સૂર્યપ્રકાશ પૃથ્વી સુધી પહોંચી શક્તો નથી અથવા તે ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પડે છે. જે કેટલા વિસ્તારમાં ચંદ્રનો (khagras surya grahan 2022) પડછાયો પડે છે ત્યાં સૂર્ય દેખાતો નથી. આ સ્થિતિને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. ધર્મની દૃષ્ટિએ ગ્રહણની કથા રાહુ અને કેતુ સાથે જોડાયેલી છે. પરંતુ ક્યારેક ચંદ્ર પૃથ્વીથી વધુ અંતરે હોય તો સૂર્ય પૂરો ઢંકાતો નથી પણ ચંદ્રની આસપાસ સૂર્યની કિનારી જોવા મળે છે. આ સ્થિતિને કંકણાકૃતિ ગ્રહણ કહે છે. આ ગ્રહણ અમાસના દિવસે જ થાય છે. અને પૃથ્વી પરના થોડા (khagras surya grahan aakruti) વિસ્તારોમાંથી જ જોઈ શકાય છે. પૃથ્વી અને ચંદ્ર સતત ગતિ કરે છે. એટલે સૂર્યગ્રહણ શરૂ થાય ત્યારે ધીમે ધીમે સૂર્ય દેખાતો બંધ થાય છે અને પૂરેપૂરી ઢંકાઈ જાય તે સ્થિતિ પાંચ કે સાત મિનિટ જ રહે છે. પછી ચંદ્ર ખસે તેમ સૂર્ય બહાર આવતો જાય છે. સૂર્યગ્રહણ નરી આંખે જોવાથી આંખોને નુકસાન થઈ શકે છે. (khagras surya grahan time)
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST