Kandla Port: કચ્છના કંડલા પોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, જેટી નંબર 6 પર ક્રેન તૂટી - કંડલા પોર્ટ પર અકસ્માત
🎬 Watch Now: Feature Video
Published : Aug 26, 2023, 3:09 PM IST
કચ્છ: આજે કંડલા પોર્ટ પર અકસ્માતની ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. જેટી અને જહાજ પર થઈ રહેલા ઓપરેશન કાર્ય સમયે ક્રેન તૂટી પડતા અકસ્માત સર્જાયો હતો. લીફ્ટિંગ બેલ્ટથી ઊંચકી રહેલા ક્રેનમાંથી બેલ્ટ તૂટી જતાં ક્રેન નીચે પટકાઈ હતી. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
કોઈ જાનહાનિ નહિ: કંડલા પોર્ટ દ્વારા જારી કરાયેલ માહિતી મેસેજ મુજબ આજે લગભગ સવારના 08:45 કલાકે જેટી નંબર 6 પરથી હાઈડ્રા ક્રેનને બર્થ પરથી ઉપાડવામાં આવી રહી હતી. ઇટાલગુરુ MHC દ્વારા હેચ ઇન્સ્પેક્શન કાર્ય માટે તેને MV કોપનહેગન ઇગલ નામના જહાજની અંદર ખસેડવામાં આવી રહ્યું હતું. જે દરમિયાન ક્રેનમાં અટકાવાયેલ લિફ્ટિંગ બેલ્ટ તૂટી ગયો હતો અને હાઇડ્રા ક્રેન જેટી નંબર 6 પર નીચે ધડામ દઈને પટકાઈ હતી. આ ઘટનામાં પોર્ટ પરના કોઈ પણ કર્મચારીઓને કોઈ ઈજા થઈ નથી.