Junagadh Monsoon : કેશોદમાં મેઘમહેર, આજે બપોર સુધીમાં ચાર ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો - Meteorological department forecast
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-07-2023/640-480-18998257-thumbnail-16x9-y.jpg)
જુનાગઢ : ફરી એક વખત જુનાગઢ જિલ્લાના વરસાદી વાતાવરણમાં આજે બદલાવ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ અટકી અટકીને જુનાગઢ શહેરમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે સૌથી વધુ અને નોંધપાત્ર કહી શકાય તેવો વરસાદ કેશોદ શહેરમાં નોંધાયો છે. બપોરના બે વાગ્યા સુધીમાં કેશોદ શહેર અને તાલુકામાં 3.93 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો જિલ્લાના અન્ય એક તાલુકા મેંદરડામાં પણ અઢી ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જૂનાગઢ સહિત માણાવદર, માંગરોળ, માળીયા, વિસાવદર, ભેસાણ અને વંથલી પંથકમાં પણ ધીમીધારે સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી : ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહેવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. તે મુજબ રાજ્યમાં વરસાદ વરસ્યો હતો. જોકે, વરસાદે ગુજરાતને તરબોળ કર્યા બાદ હાલ હવામાન સૂકું થઈ ગયું છે. હવામાન વિભાગના દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મત મુજબ 17 જૂલાઈથી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. આવનારા પાંચ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે.