Junagadh Rain: ગિરનારના ભરડાવાવમાં અનેક ફસાયેલા લોકોનું NDRFની ટીમ દ્વારા રેસ્કયુ - અનેક ફસાયેલા લોકોનું NDRFની ટીમ દ્વારા રેસ્કયુ
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: બંગાળની ખાડીમાં સર્જાયેલી ત્રણ સિસ્ટમમાં લૉ પ્રેશર ઊભું થતા ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ જૂનાગઢની થઈ હતી. અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જતાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ગિરનારના ભરડાવાવમાં અનેક લોકો ફસાઈ જતાં NDRFની ટીમ દ્વારા તેમનું દોરડા વચ્ચે રેસ્કયુ કરવામાં આવ્યું હતું. પાણીમાં લોકો પોતાનો જીવ બચાવવા માટે જાણે કે મથામણ કરતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. પ્રથમ વખત આ પ્રકારનો અતિ ભારે વરસાદ પડ્યો છે જે જૂનાગઢના જળ પ્રલય સાથે પણ સરખાવવામાં આવે છે. 1982ની હોનારત બાદ આ પ્રકારે જૂનાગઢમાં જળ પ્રલય થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ભરડાવા વિસ્તારમાંથી ગઈકાલે પૂરના પાણીમાં તણાયેલ મહિલાનો મૃતદેહ રાત્રિના મળી આવ્યો. જુનાગઢ જળ હોનારતમાં મહિલાના મોત સાથે પ્રથમ બનાવ સામે આવ્યો.